ભરૂચ: દહેજમાં ફ્રાન્સના માન ગ્રુપે ₹180 કરોડનો સૌથી વિશાળ ઉત્પાદન એકમ શરૂ કર્યો

ફ્રેગ્રન્સ અને ફ્લેવર્સના ઉત્પાદનમાં ફ્રાન્સની વૈશ્વિક આગેવાન માન ગ્રુપે ગુજરાતના દહેજમાં નવા ઉત્પાદન એકમનું ઉદઘાટન કર્યું હતું.

Update: 2022-11-23 07:17 GMT

ફ્રેગ્રન્સ અને ફ્લેવર્સના ઉત્પાદનમાં ફ્રાન્સની વૈશ્વિક આગેવાન માન ગ્રુપે ગુજરાતના દહેજમાં નવા ઉત્પાદન એકમનું ઉદઘાટન કર્યું હતું. 20,500 ચો.ફૂટમાં પથરાયેલું આ નવું એકમ દહેજ ફેઝ 3 ખાતે સ્થિત છે અને ભારતમાં કંપની માટે સૌથી વિશાળ ઉત્પાદન એકમ છે.


Delete Edit


પ્લાન્ટનું ઉદ્દઘાટન માન ગ્રુપના ચેરમેન જીન માન દ્વારા માન ગ્રુપના એશિયા પેસિફિકના ડાયરેક્ટર બર્નાર્ડ લેનોડ અને માન ઈન્ડિયા પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર સુમિત દાસગુપ્તા સાથે કર્યું હતું.આધુનિક ટેકનોલોજી અને વિશ્વ કક્ષાની સુવિધાઓથી સમૃદ્ધ માન ના નવા પ્લાન્ટનું લક્ષ્ય ભારતીય અને એપીએસી પ્રદેશમાં ફ્લેવર અને ફ્રેગ્રન્સ માર્કેટ્સમાં વધતી માગણીને પહોંચી વળવાનું છે. કંપનીએ નવો પ્લાન્ટ સ્થાપવા માટે 20 મિલિયન યુરોનું રોકાણ કર્યું છે. પ્લાન્ટની આરંભિક ઉત્પાદન ક્ષમતા ફ્લેવર માટે 2000 ટન અને ફ્રેગ્રન્સ માટે 3000 ટન છે. જેમાં ભવિષ્યમાં બજારની વૃદ્ધિ થાય તેમ વિસ્તરણનો પૂરતો અવકાશ છે. આ નવું એકમ ભારતમાં માનનું બીજું ઉત્પાદન એકમ છે.જ્યારે હૈદરાબાદ, તેલંગાણામાં તેનું પ્રથમ એકમ મોજૂદ છે.

Tags:    

Similar News