ભરૂચ : નુતન વર્ષ નિમિત્તે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા દરિદ્ર નારાયણોને મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાયું

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ભરૂચમાં દરિદ્ર નારાયણોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Update: 2022-11-02 10:52 GMT

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ભરૂચમાં દરિદ્ર નારાયણોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં આવેલ નંદેલાવ ગામ ખાતે રહેતા દરિદ્ર નારાયણ પરિવારોમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિવાળી અને નૂતનવર્ષ નિમિત્તે દરિદ્ર નારાયણ પરિવારોમાં પણ ખુશીઓનો પ્રકાશ પથરાય તે હેતુથી સંસ્કૃતિ ટ્રસ્ટના સેવાભાવી દાન દાતાઓ તથા વિવિધ સંસ્થાઓના સહયોગથી નંદેલાવ ગામમાં અબાલ-વૃદ્ધોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી મીઠાઈ અને ફરસાણની ભેટ મળતા જ બાળકોમાં આનંદ અને ઉત્સાહ છવાયો હતો. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમા પટેલ દ્વારા દાન દાતાઓ અને સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Tags:    

Similar News