અમદાવાદ એરપોર્ટ પરથી રૂ. 2 કરોડનું સોનું જપ્ત, એરપોર્ટ કર્મચારીની સંડોવણી બહાર આવી...

અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ દુબઈથી આવેલા મુસાફર પાસેથી 3 કિલો સોનું પકડાયું છે.

Update: 2023-02-07 09:45 GMT

અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ દુબઈથી આવેલા મુસાફર પાસેથી 3 કિલો સોનું પકડાયું છે. મહત્વનું છે કે, મુસાફરના સ્કેનિંગ સમયે શંકાસ્પદ લાગતા તપાસ કરાઈ હતી. જેમાં તેની પાસેથી 3 કિલો સોનું મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં એરપોર્ટ પર પાર્કિંગ ની કામગીરી કરતા શખ્સની સંડોવણી બહાર આવી છે. જેને લઈ હવે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એકવાર સોનાની દાણચોરી કરતા મુસાફર ઝડપાયો છે. વિગતો મુજબ અમદાવાદ એરપોર્ટ પર સ્કેનિંગ સમયે એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં એક મુસાફર શંકાસ્પદ લાગતા સ્કેનિંગ સમયે એર ઇન્ટેલિજન્સની ટીમ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં મુસાફર પાસેથી સરેરાશ 3 કિલો સોનું પકડાયું છે. આ તરફ ઝડપાયેલા સોનાની બજાર કિંમત 2 કરોડ રૂપિયા હોવાનું પણ સામે આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર આવેલા મુસાફર શંકાસ્પદ લગતા એર ઇન્ટેલિજન્સની ટીમ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. જોકે, ધવલ પટેલ નામના પેસેન્જરની તપાસમાં તેની પાસેથી રૂ. 2 કરોડ કિંમતનું 3 કિલો સોનું પકડાયું હતું. જોકે, તે સોનું કોના કહેવા પર લઈ આવ્યો, તે અંગે તપાસ શરૂ કરાઇ હતી. સોનું ઝડપાયા બાદ એર ઇન્ટેલિજન્સની ટીમ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં એરપોર્ટ પર પાર્કિંગની કામગીરી કરતા શખ્સની સંડોવણી બહાર આવી છે.

Tags:    

Similar News