અમદાવાદ મુંબઈ વચ્ચે નવરાત્રીથી વંદેભારત સેમી બુલેટ ટ્રેન થશે દોડતી, સફળ ટ્રાયલ રન પૂર્ણ કરાયું

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 180થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે.

Update: 2022-09-09 07:10 GMT

દિલ્હી-આગ્રા વચ્ચે વંદે ભારત ટ્રેનના ટ્રાયલ બાદ આજે અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ કરાયું હતું.130 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવવામાં આવી હતી અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેન બાદ સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ પણ ગુજરાતને મળી છે. દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવરાત્રિમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થાય એની તૈયારીના ભાગરૂપે આજે સવારે કાલુપુર રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતું.

ટ્રેનને 130 કિમીની ઝડપે દોડાવીને ટ્રાયલ રન કરવામાં આવ્યો છે. ટ્રાયલ રન દરમિયાન વડોદરા સ્ટેશન પર હોલ્ટ લીધા બાદ સીધી મુંબઈ ખાતે આ ટ્રેન ઊભી રહેશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 180થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે. આજે ટ્રાયલ સફળ થયા બાદ નવરાત્રિમાં આ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થાય એવી પૂરી શક્યતા છે. આરામદાયક સુવિધાથી સજ્જ આ વંદે ભારત સપ્તાહમાં 6 દિવસ દોડશે. અમદાવાદ- મુંબઈનું ભાડું રૂ.3500 હશે. અમદાવાદથી સવારે 7.25 વાગે ઊપડી બપોરે 13.30 વાગે મુંબઈ પહોંચશે, જ્યારે મુંબઇથી આ ટ્રેન બપોરે 14.40 વાગે ઊપડી રાતે 21.05 વાગે અમદાવાદ પહોંચશે. સુરત ખાતે આ ટ્રેનનું કોમર્શિયલ સ્ટોપેજ અપાયું છે.

Tags:    

Similar News