અમદાવાદમાં પોલીસ અધિકારીની પુત્રીએ નકલી ડોક્યુમેન્ટ પર બનાવ્યો પાસપોર્ટ

પાસપોર્ટ માટે નકલી ડોક્યુમેન્ટ ઉભા કરી પાસપોર્ટ બનાવડાવ્યો હતો. જે બાબતે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Update: 2022-01-20 09:49 GMT

પાસપોર્ટ માટે નકલી ડોક્યુમેન્ટ ઉભા કરી પાસપોર્ટ બનાવડાવ્યો હતો. જે બાબતે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે યુવતી સામે ફરિયાદ દાખલ કરવા આવી છે તે મહિલા બીજી કોઈ નહીં પરંતુ પોલીસ અધિકારીની દીકરી છે. જે લંડનમાં સ્થાયી થયેલા અને પાસપોર્ટ રીન્યુ કરવાને બદલે ખોટા ડોક્યુમેન્ટ પર પાસપોર્ટ બનાવ્યો હતો. આ બાબતે પોરબંદરના એક રહીશે કેન્દ્ર સરકાર અને રાજ્ય ગૃહમંત્રીને ફરિયાદ કરી છે. જેના આધારે મહિલા સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ચાંદખેડામાં રહેતા પૂનમ ભૂપતભાઈ ઓડેદરા સામે પાસપોર્ટ ઓફિસર પંકજ ભાઈ મિસ્ત્રી નોંધાવેલી ફરિયાદ મુજબ પૂનમ 2007માં પાસપોર્ટ કઢાવવા લંડન જતી રહી હતી. પાસપોર્ટ ની સમય મર્યાદા પૂરી થતી હોવાથી 2014માં પાસપોર્ટ રિન્યુ કરવાના બદલે તેણે નકલી ડોક્યુમેન્ટને આધારે બીજો પાસપોર્ટ કઢાવ્યો હતો. આ અંગેની ફરિયાદ પોરબંદર ના રહેવાસી કાનાભાઈ ઓડેદરાએ કેન્દ્ર સરકારના લોક શિકાયત વિભાગમાં અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને ઈમેલથી કરી હતી. આ ઉપરાંત કાલુપુરના મોહમદ પઠાણ સામે પણ ખોટા પુરાવા ની ફરિયાદ નોંધાઈ છે.

એસઆરપી ગૃપ-રાજકોટ ડીવાયએસપી એ.આર.ગોઢાણિયા ની દીકરી પૂનમ પાસે પાસપોર્ટ હોવા છતાં તેની વિગતો છૂપાવીને જન્મ તારીખ, માતા-પિતાના નામમાં આંશિક સુધારો કરી, ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ખોટું વેરિફિકેશન કરાવીને બોગસ પાસપોર્ટ કઢાવવા તેને યુકે મોકલી ત્યાંથી સીટીઝનશીપ મેળવીને યુકેનો પાસપોર્ટ કઢાવ્યો હતો. તેમની સામે 28 ઓગસ્ટ 21થી મારી અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરાઇ નથી. લોક શિકાયત વિભાગમાં ફરિયાદ કરી કે પૂનમને લંડનથી પરત બોલાવી યોગ્ય ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે. 

Tags:    

Similar News