અમદાવાદ બાગબાન ગ્રુપમાં ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન

અમદાવાદ બાગબાન ગ્રુપને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સકંજામાં લીધું છે. એકથી વધુ સ્થળે સવારથી દરોડા કાર્યવાહી ચાલી રહી છે.

Update: 2022-03-07 07:47 GMT

અમદાવાદમાં આવકવેરા વિભાગ ફરી સક્રિય થયું છે. અમદાવાદ બાગબાન ગ્રુપને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સકંજામાં લીધું છે. એકથી વધુ સ્થળે સવારથી દરોડા કાર્યવાહી ચાલી રહી છે. અમદાવાદના જાણીતા બાગબાન ગ્રુપને ત્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે . આવકવેરા વિભાગે બાગબાન ગ્રુપ પર દરોડા પાડ્યા છે.અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં બાગબાન ગ્રુપ પર આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં લગભગ 31 સ્થળોએ આઇટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાણીતા ગ્રુપ બાગબાન ના ઘર અને ઓફિસના ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યુ છે.

આ તપાસમાં લગભગ 100 જેટલા અધિકારીઓ અને આઇટી વિભાગના કર્મીઓ જોડાયેલા છે.IT વિભાગની ટીમો દ્વારા થઈ રહેલી કાર્યવાહીમાં બેનામી વ્યવહારો અંગે તપાસ કરવામાં આવશે. IT વિભાગની ટીમો 31 સ્થળે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન દસ્તાવેજી તેમજ ઇલેક્ટ્રોનિક આ માધ્યમોથી પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી કરશે.. કાર્યવાહી બાદ આઇટી વિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવશે કે કયા પ્રકારે અને કેટલી માત્રામાં બેનામી વ્યવહારો સામે આવ્યા છે..આ પહેલા અમદાવાદના 3 જાણીતા બિલ્ડર જૂથ શિવાલિક, શિલ્પ, શારદા પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગના 150 અધિકારીઓએ પાડેલા દરોડા દરમિયાન એક કરોડ રૂપિયાની રોકડ અને 20 બેંક લોકર સીલ કરવામાં આવ્યા હતા. તો બિલ્ડર જૂથનો મહત્વનો ડિજિટલ ડેટા પણ જપ્ત કરાયો હતો.IT અધિકારીઓને 500 કરોડ રૂપિયાના બિનહિસાબી દસ્તાવેજ પણ મળ્યાં હતા.

Tags:    

Similar News