અમદાવાદીઓની મોટી સમસ્યાનો આવશે ઉકેલ, તંત્ર દ્વારા દબાણો હટાવવાની કામગીરી કરાઈ.

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસ જાય તેમ વકરી રહી છે. શહેરમાં વાહનોની સંખ્યા વધી રહી છે. ત્યારે પાર્કિંગનો પ્રશ્ન પણ સતાવી રહ્યો છે.

Update: 2022-04-25 05:16 GMT

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસ જાય તેમ વકરી રહી છે. શહેરમાં વાહનોની સંખ્યા વધી રહી છે. ત્યારે પાર્કિંગનો પ્રશ્ન પણ સતાવી રહ્યો છે. શહેરમાં રોડ પર આડેધડ પાર્કિંગ કરવામાં આવતા ટ્રાફિક જામની સમસ્યા થઇ રહી છે. ઠેર ઠેર દબાણોને કારણે પણ ટ્રાફિકનો પ્રશ્નો સતાવી રહ્યો છે. જો કે તંત્ર દ્વારા દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે પણ તંત્ર દ્વારા ખાસ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે

અમદાવાદમાં મેટ્રો શહેર બની રહ્યું છે. અહીં AMTS,BRTS સહિત મેટ્રો અને બુલેટ ટ્રેનની પણ સુવિધા છે. હાઇટેક યુગની સાથે તાલથી તાલ મિલાવી અમદાવાદ ચાલી રહ્યું છે પરંતુ ટ્રાફિકની સમસ્યા સતાવી રહી છે. જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મલ્ટીલેવલ પાર્કિંગ ની સુવિધા મળવા જઇ રહી છે. જી હા મેમનગર વિસ્તારમાં મલ્ટીલેવલ પાર્કિંગ ની સુવિધા કરવામાં આવી રહી છે. આ પાર્કિંગમાં 100થી વધુ કાર પાર્ક થાય તેવી વ્યવસ્થા છે. હાલમાં તેના નિર્માણની કામગીરી ચાલી રહી છે. જીએમડીસી ગ્રાઉન્ડ ની પાછળ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે. અગાઉ પણ કાંકરિયા ખાતે પણ આ પ્રકારનું મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું, પરંતુ હજી પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. ત્યારે વધતી જતી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે મેમનગર ખાતે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યુ છે. મોટાભાગના દરેક વિસ્તારમાં પાર્કિંગની માથાકૂટ ન થાય તે માટે તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. અહીં ટુ વ્હીલર અને ફોર વ્હીલર મોટી સંખ્યામાં પાર્ક થઇ શકે તે પ્રકારની સુવિધા છે. ત્યારે હવે એ જોવુ રહ્યું કે આગામી દિવસોમાં આ મલ્ટીલેવલ પાર્કિંગ નો ઉપયોગ શરુ કરવામાં આવશે કે પછી કાંકરિયા ખાતે આવેલા મલ્ટી પાર્કિંગની જેમ શોભાના ગાંઠિયા સમાન સાબિત થશે તે જોવુ રહ્યું.

Tags:    

Similar News