રક્ષા કરનાર નરાધમ મામાએ જ ભાણી સાથે કર્યું દુષ્કર્મ,બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી ,જાણો ચકચારી મામલો.

સગીર ભાણીને પોર્ન વિડીયો દેખાડયા પછી તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

Update: 2022-05-10 11:22 GMT

અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં હવસની ભુખ સંતોષવા માટે નરાધમે આઠ વર્ષની બાળકીને ભોગ બનાવી છે. અને બાળકી તેની કરતૂતોનો પર્દાફાશ ના કરે તે માટે આરોપી તેના નાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જો કે બાળકીની હિંમતે તેની સાથે ગંભીર બનાવ બનતા અટક્યો છે અને આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે.

અમરાઈવાડી વિસ્તારમાં એક મહિલા તેના પતિ અને બાળકો સાથે રહે છે. તેની નજીકમાં રહેતા એક યુવકને સગી બહેન ન હોવાથી મહિલાએ તેને ધર્મનો ભાઈ બનાવ્યો હતો અને તેને રાખડી બાંધતી હતી. જો કે મહિલા 7 મેના રોજ બપોરે નોકરીથી પરત આવી ત્યારે તેની આઠ વર્ષની બાળકીએ કહ્યું હતું કે, મામાને ઘરે આવવા ના દેતા. તે મને મોબાઈલમાં પિકચર બતાવે છે. જે મને ગમતું નથી. બે દિવસ પહેલા સગીર ભાણીને પોર્ન વિડીયો દેખાડયા પછી તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું.


જો કે સગીરા એકલી ઘરમાં સૂનમૂન રહેતી હતી અને ડરી જવાને કારણે રડતી હતી. જેથી માતાએ તેને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા ધર્મના ભાઇએ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાની વાત કરતાં માતાએ ધર્મના ભાઈ વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તેની સામે છેડતી અને પોક્સો કલમ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Tags:    

Similar News