AMCએ જાહેર કર્યું ફ્લાઇટનું લિસ્ટ, જેમાંથી 11 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

Update: 2020-03-26 09:31 GMT

AMCએ 11 ફ્લાઇટનું લિસ્ટ બહાર પાડ્યું છે જેમાંથી 11 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, આ તમામને, તેમના પરિવાર અને મિત્રોને હોમ ક્વોરેન્ટાઇન રહેવા આદેશ આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં કોરોના વાઇરસના 40 પોઝિટિવ કેસ નોંધાઇ ગયા છે તેમજ 3 વ્યક્તિના મૃત્યુ નીપજયા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તમામને હોમ ક્વોરેનટાઇન રહેવા આદેશ આપવામાં આવ્યા છે.

આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 11 ફ્લાઇટનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ તમામ ફ્લાઇટના લોકો તેમજ તેમના મિત્રો તથા સગા-સંબંધીઓને હોમ કોરોન્ટાઈનમાં રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ આદેશનું જો કોઈ પાલન નહીં કરે તો 104 અને 155 303 નંબર પર ફોન કરીને માહિતી આપવાની રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ ફલાઇટમાંથી આવેલી એક વ્યક્તિના સંક્રમણમાં આવીને કેબ ડ્રાઇવરને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.

Similar News