અમરેલી : ખાંભામાં ગેરકાયદેસર રાસાયણીક ખાતરનો જથ્થો ઝડપાતા દુકાનો સીલ, 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Update: 2020-05-29 13:14 GMT

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ગેરકાયદેસર રાસાયણીક ખાતરનો જથ્થો ઝડપાતા ખેતીવાડી વિભાગ દ્વારા દુકાનોને સીલ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, ખાંભા તાલુકામાં ગેરકાયદેસર રીતે ખાતરનું વેચાણ થતું હોવાની જાણ થતાં ખેતીવાડી વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં રાસાયણીક ખાતર વેંચતા દુકાનદારો પાસે લાયસન્સ ન હોવાથી 4 શખ્સો સામે ફરીયાદ નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાંભા તાલુકામાં રાત્રિ દરમ્યાન ટ્રકમાં ખાતરનો જથ્થો આવતા ખેતીવાડી વિભાગ દ્વારા ઝડપી પડાયો હતો. જેમાં ગેરકાયદેસર ઝડપાયેલા રાસાયણિક ખાતરની 50 કિલોની 410 થેલીઓ સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

Tags:    

Similar News