રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, લગ્ન પ્રસંગમાં 200 લોકોને બોલાવી શકાશે

Update: 2020-11-02 07:24 GMT

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં લગ્ન સમારંભમાં 100ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ 200 લોકોને સામેલ થવાની પરવાનગી આપવામાં આવશે.

આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ છૂટછાટનો અમલ આવતી કાલ 3 નવેમ્બરથી રાજ્યભરમાં કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, લગ્ન પ્રસંગોમાં પહેલા જ્યાં 100 લોકોને સામેલ થવાની પરવાનગી આપવામાં આવતી હતી. તેને બદલે હવે 200 લોકોને લગ્ન પ્રસંગમાં સામેલ થવાની પરવાનગી આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે અને સાથે જ માસ્ક પહેરવાનું રહેશે. વારંવાર હાથને સેનિટાઈઝ કરવા અને કોરોના સામે રક્ષણ મેળવવાનું તેમણે સુચવ્યું હતું.

Tags:    

Similar News