અંકલેશ્વરના હરિનગર ખાતેથી રૂપિયા ૪૫,૬૦૦/-ના વિદેશી દારૂ સાથે ૧ ઝડપાયો

Update: 2018-08-19 10:53 GMT

અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂની ૩૧૨ નંગ બોટલ ઝડપી આગલની કાર્યવાહી હાથ ધરી.

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચનાથી જિલ્લામાં પ્રોહિબિસન, જુગારની અસામાજીક પ્રવૃત્તિઓને ડામવા મુહીમ ચલાવાઇ રહી છે.

પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર શહેર પોલીસે કોમ્બીંગ નાઇટ દરમિયાન મળેલ બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલાના માર્ગદર્શ હેઠળ હરીનગર સોસાયટીમાં પ્રોહીબીસનની રેઇડ કરી હતી. અંકલેશ્વર પોલીસને રેઇડ દરમિયાન આ મકાનમાંથી ગેરકાયદેસર વેચાણ અર્થે રખાયેલ વિદેશી દારઊનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે મકાન નંબર ૩૩માંથી વિદેશી દારૂના જથ્થા સાથે ભાડે રહેતા મુળ નવા કાસીયા મોદી ફળીયાના ગૌરાંગ અરવિંદ મોદી(ઉ.વર્ષ.૩૩)ને અલગ-અલગ બ્રાન્ડની,નાની-મોટી વિદેશી દારૂની બોટલો તેમજ બિયર નંગ ૩૧૨મળી કુલ કિંમત રૂપિયા ૪૫,૬૦૦/-નો વિદેશી દારૂ કબ્જે કરી ઝડપાયેલ ગૌરાંગ મોદી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Similar News