ભરૂચ : સિવિલ હોસ્પિટલ ખાતે હજ કમિટી દ્વારા હજ યાત્રિકો માટે રસીકરણ કેમ્પ યોજાયો, 465 હજયાત્રીઓનું રસીકરણ

હજ કમિટી ઓફ ઇન્ડીયાના નિયમાનુસાર ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ યાત્રિકો માટે રસીકરણનું આયોજન કરવામાં આવે છે.

Update: 2024-05-05 09:00 GMT

હજ કમિટી ઓફ ઇન્ડીયાના નિયમાનુસાર ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ યાત્રિકો માટે રસીકરણનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા હજ કમિટી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે તમામ હજ યાત્રિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા ભરૂચ જિલ્લા હજ કમિટીના હજ યાત્રિકો માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તાલીમ કેમ્પના આયોજન સાથે તમામ હજ યાત્રિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં હજ કમિટી મારફતે જનારા આશરે 465 હજયાત્રી તથા પ્રાઇવેટ ટૂર મારફતે જનારા હાજીઓનું રસીકરણ સફળતા પૂર્વક જિલ્લા આરોગ્ય વિભાગ તથા સિવિલ હોસ્પિટલના સ્ટાફની મદદથી કરવામાં આવ્યું હતું. આ કેમ્પ આયોજિત કરનાર ભરૂચ જિલ્લાના તમામ FT તથા AFT ઇસ્તિયાક પઠાણ, અલ્તાફ ભોલા, અનીસ પટેલ, જુબેર શૈખજી માસ્તર, ઇનામુલ પટેલ, ઈલ્યાસ શૈખ સહિતના અન્ય સભ્યો તથા ભરૂચ જિલ્લા હજ ખાદીમ એસોસિએશનના તમામ સભ્યોએ ઉપસ્થિત રહી રસીકરણ કેમ્પને સફળ બનાવ્યો હતો.

Tags:    

Similar News