અંક્લેશ્વર: આલુંજ ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ LCB

Update: 2019-05-29 06:48 GMT

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક તરફથી જીલ્લામાં દારૂ, જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા ડ્રાઇવ રાખવામા આવેલ હતી. જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના ઇન્યાર્જ પોલીસ સબ ઇન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બીના પો.સ.ઇ તેમજ પોલીસ ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળેલ કે અંક્લેશ્વરના કુખ્યાત બુટલેગર ઇદ્રીશ ઉર્ફે ભૈયો મનુખા શેખ તથા તેના પુત્ર હમઝા ઇદ્રીશ શેખે આલુંજ ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ હોવાની હકીકત મળેલ જેથી હમઝા ઇદ્રીશ શેખને સાથે રાખી આલુંજ ગામની સીમમાં આવેલ ભેંસોના તબેલા માં રેડ કરતા વિદેશી દારૂ ના બોક્ષ નંગ-૧૧૧ માં ભરેલ કુલ બોટલ નંગ- ૧૩૩૨ જેની કુલ કી.રૂ.૫,૩૨,૮૦૦/- ના મુદ્દામાલ સાથે અન્ય એક ઇસમ જતનભાઇ કવશીભાઇ રાઠવા રહે-આંલુજગામ સતીષભાઇના તબેલા ઉપર મુળ રહે. ઉબરખટ તા સંઢવા જિલ્લો અલીરાજપુરનો હાજર મળી આવતા તેના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી મુદ્દામાલ તેમજ મોબાઇલ ફોન મળી કુલ કિંમત રૂપિયા ૫,૩૮,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ હમઝા ઇદ્દીશ શેખ તેમજ જતનભાઇ કવશીભાઇ રાઠવા નાઓની ધરપકડ કરવામા આવી હતી.

પોલીસે દારૂ નો જથ્થો મંગાવનાર ઇદ્રીશ ઉર્ફે ભૈયો મનુખા શેખ તથા ભેંસોના તબેલાનો કબ્જો ધરાવતા સતીષભાઇ વસાવા તથા મોહનભાઇ વસાવા બંન્ને રહે-કોસંબા જી-સુરત નાઓને વોન્ટેડ જાહેર કરી તેમના વિરુધ્ધ અંક્લેશ્વર રૂરલ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Similar News