અંકલેશ્વર: ટેન્કરની સફાઈ કરતા સમયે બે લોકોના મોત,પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર જીઆઈડીસીમાં ટેન્કરની સાફ સફાઈ કરતા સમયે ગેસની અસર થતા બે લોકોના મોત નિપજ્યા હતા.

Update: 2024-05-05 07:24 GMT

અંકલેશ્વર જીઆઈડીસીમાં ટેન્કરની સાફ સફાઈ કરતા સમયે ગેસની અસર થતા બે લોકોના મોત નિપજ્યા હતા.

અંક્લેશ્વરના ભડકોદ્રા ગામ પાસે કાપોદ્રા પાટીયા પાસેની સુંદરવન સોસાયટી ખાતે રહેતાં ગીરજાશંકર પાલના પિતા હરીશ્યામ પાલ માધવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એચબી રોડ લાઇન્સ એન્ડ વોટર સપ્લાય ટ્રાન્સપોર્ટ ધરાવે છે. તેનો નાનો ભાઇ ભાવીન હરી તેમની ટ્રાન્સપોર્ટ ઓફિસે કામ કરતો હતો. તેમના ત્યાંનું એક ટેન્કર સાફ કરવાનું હોઇ તેમનો ડ્રાઇવર સુનિલ રાજારામ પાલ ટેન્કરમાં ઉતર્યો હતો. જોકે તેને ગેસની અસર થતાં તે અંદર પટકાયો હતો. અરસામાં ભાવિને તેને જોતાં તે પણ તેને બહાર કાઢવા અંદર ઉતરતાં તેને પણ ગેસની અસર થઇ હતી. અરસામાં ત્યાં કામ કરતાં રાહુલ હરીરામ પાલ તેમજ રાજ સુરેશ મિસ્ત્રીએ તેમને બહાર કાઢતાં તેમને પણ અસર થઇ હોઇ ત્રણેયને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જ્યાં માલિકના પુત્ર ભાવિનનું પણ સારવાર વેળાં મોત થયું હતું. માલિક પરિવાર વતને ગયો, પુત્ર ઓફિસ સંભાળતો હતો માધવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એચબી રોડ લાઇન્સ એન્ડ વોટર સપ્લાય ટ્રાન્સપોર્ટ નામની કંપનીના માલિક હરીશ્યામ બેચુરામ પાલને તેમના ગામમાં લગ્ન પ્રસંગ હોઇ તેમના અન્ય પરિવારજનો વતન ગયાં હતાં. તેમની અવેજીમાં તેમનો પુત્ર ભાવીન ઓફિસમાં સંભાળ રાખી રહ્યો હતો. અગાઉ દહેજમાં 3 સફાઇકર્મીના મોત થયાં હતાં ગત વર્ષે દહેજમાં ગટરની સફાઇ કરવા ઉતરેલાં 3 સફાઇ કામદારોના મોત થયાં હતાં. બંધ ગટરમાં ગેસની અસર થતાં એક કામદારને બચાવવા માટે અન્ય કર્મીઓ ઉતર્યા હતાં અને ગેસની અસરથી મોતને ભેટયાં હતાં. દહેજમાં બનેલી ઘટના પડઘા રાષ્ટ્રીય સ્તરે પણ પડયાં હતાં

Tags:    

Similar News