અંકલેશ્વર : એક પણ મત પડયાં વિના 10 ઉમેદવારો વિજેતા, જુઓ શું થયું AIAની ચુંટણીમાં

Update: 2020-08-11 11:56 GMT

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશનની ચૂંટણી બિનહરીફ જાહેર થઇ છે. જનરલ કેટેગરીમાં 8 તેમજ રિઝર્વ કેટેગરીમાં 1 અને કોર્પારેટ કેટેગરીમાં 1 સભ્ય બિનહરીફ જાહેર થયા છે.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશન (એઆઇએ)ની ચૂંટણી 20મી ઓગષ્ટના રોજ યોજાવાની હતી. જનરલ કેટેગરીની 08 બેઠકો માટે 13 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. આ ઉપરાંત રીઝર્વ અને કોર્પોરેટ વિભાગની એક- એક બેઠકમાં 1-1 ફોર્મ ભરાયા હતાં. 20મી ઓગષ્ટના રોજ થનારી ચુંટણી માટે 1,250 જેટલા મતદારો નોંધાયાં હતાં. કોરોનાના કહેર વચ્ચે ચુંટણી બિનહરીફ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં હતાં.

જનરલ કેટેગરીની 8 બેઠકો માટે ઉમેદવારી કરનારા 13 પૈકીના 05 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. ઉમેદવારી પરત ખેંચાયા બાદ તમામ 8 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. જનરલ કેટેગરીમાં નિલેશ ગોંડલીયા,વિનોદ ગોંધીયા, પ્રવીણ તેરૈયા, સુરેશ પટેલ,અમુલ પટેલ, રાકેશ પટેલ, હર્ષદ પટેલ, હિંમત શેલડીયા જયારે રિઝર્વ કેટેગરીમાં પુરસોત્તમ ચૌહાણ અને કોર્પોરેટ કેટેગરીમાં વિજય પારીક બિનહરીફ વિજેતા બન્યા છે.

Similar News