અંકલેશ્વર : જુઓ કોણે કહયું અંકલેશ્વર વાસીઓ ભરૂચ સારવાર માટે જતાં ગભરાય છે

Update: 2020-07-24 09:50 GMT

અંકલેશ્વર શહેર તથા તાલુકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી કોવિડ ટેસ્ટીંગ સેન્ટર શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનોએ સત્તાધીશોને રજુઆત કરી હતી.

અંકલેશ્વર શહેરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થતો જાય છે. કોરોનાના વધી રહેલાં કેસોના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. અંકલેશ્વરના લોકો કોરોનાની સારવાર લેવા માટે ભરૂચ જતા ગભરાય રહયાં છે. જેથી અંકલેશ્વર નગરપાલિકા હદમાં એક કોવિડ ટેસ્ટીંગ સેન્ટર ઉભું કરવું ખૂબ જરૂરી છે.

કોંગ્રેસના આગેવાનોએ સંભવિત ટેસ્ટીંગ સેન્ટર માટે નગરપાલિકા સંચાલિત ટાઉનહોલ, જીનવાળા સ્કુલ, મ્યુનિસિપલ ડિસ્પેનસરી સહિતની જગ્યાઓ સુચવવામાં આવી છે. રજુઆત વેળા વિપક્ષી ઉપનેતા શરીફ કાનૂગા, જિલ્લા યુવા મહામંત્રી વસીમ ફડવાલા સહિત ભરત પરમાર, વિનય પટેલ, પ્રતીક કાયસ્થ, અમીન બાલા તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

Similar News