અંકલેશ્વર: બે યુવતી બની લુટેરી દુલ્હન, યુવાન સાથે લગ્નના નામે લાખો રૂપિયાની કરી ઠગાઈ

Update: 2019-06-04 10:50 GMT

અંકલેશ્વરની બે યુવતીઓએ લુટેરી દુલ્હન બની આણદનાં રાસનોલ ગામના યુવાન સાથે લગ્નના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાની અરજી અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાને આપવામાં આવી છે.

આનંદના રાસનોલ ગામના ખ્રિસ્તી મહોલ્લામાં રહેતા સુનીલ ડાહ્યાભાઈ વણકર નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓના લગ્ન માટે યુવતી શોધી રહ્યા હતા. તેઓ અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતી આ બંન્નેવ મહિલાઓએ ગત તારીખ-૨૬-૪-૧૯ના રોજ યુવાન પાસેથી લગ્ન માટે નક્કી કરેલ રૂપિયા પૈકી ૧૦ હજાર એડવાન્સ લઈ આવ્યા હતા.બાદમાં તેજલ(નામ બદલ્યું છે.) નામની યુવતી સાથે આદિવાસી રીતરીવાજ મુજબ અંકલેશ્વર ખાતે લગ્ન કરી આપ્યા હતા.

ત્યાર બાદ ગત તારીખ-૨-૫-૧૯ન રોજ પરણીતા તેજલે(નામ બદલ્યું છે.)ઘરે જવાની જીદ કરતા સુનીલ વણકર તેણીને પરત તેના ગામ મુકવા જતો હતો.દરમિયાન કરજણ કે પાલેજ રેલ્વે સ્ટેશન ઉપર પરિણતા સુનીલ વણકર અને તેના પરિવારને ચકમો આપી સોના-ચાંદીના દાગીના અને ૭ હજાર રોકડા લઈ ફરાર થઇ ગઈ હતી. જયારે અન્ય બે મહિલાઓએ ૧.૩૦ લાખની છેતરપીંડી કરી હોવાનું જણાતા. તેઓએ મીનાબેન અને સંગીતાબેન વિરુદ્ધ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી બંન્નેવ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Similar News