અંકલેશ્વર : પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના MD એમ.એસ. જોલીના જન્મદિવસની અનોખી ઉજવણી

Update: 2021-03-09 11:54 GMT

પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના એમડી એમ.એસ.જોલીના જન્મદિવસની. તેમના જન્મદિવસ નિમિત્તે ગૃપની વિવિધ કંપનીઓના મળી 400થી વધારે કર્મચારીઓ અને કામદારોના સ્વાસ્થયની તપાસ માટે મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના જાણીતાં ઉદ્યોગપતિ અને પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના એમડી એમ.એસ.જોલીના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પાનોલી ખાતે આવેલી આરઆરજે કંપની ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મેડીકલ કેમ્પના ઉદઘાટન સમારંભમાં પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના એમડી એમ.એસ.જોલી સહિત કરણ જોલી, યોગેશ પારીક સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. ડૉ.ચેતન તથા તેમની ટીમે 400થી વધારે કર્મચારીઓના સ્વાસ્થયની તપાસ કરી જરૂરી નિદાન કર્યું હતું. મેડીકલ કેમ્પના રીપોર્ટના આધારે જરૂરીયાતમંદ દર્દીઓને વધુ સારવાર આપવામાં આવશે. મેડીકલ કેમ્પમાં પ્રોલાઇફ ગૃપના તમામ કર્મચારીઓની તપાસ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે , પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ કર્મચારીઓના સ્વાસ્થયની સુપેરે કાળજી રાખે છે અને નિયમિત મેડીકલ કેમ્પ યોજી તેમના સ્વાસ્થયની તપાસ કરાવે છે..

Tags:    

Similar News