અંકલેશ્વરઃ પાલિકા દ્વારા બોલાવાયી ખાસ બોર્ડ મીટીંગ, વિપક્ષે કર્યો વૉકઆઉટ

Update: 2018-09-29 10:53 GMT

નગરપાલિકા હોલ ખાતે યોજયેલી મીટીંગમાં સરકારના સ્વચ્છતા અભિયાનને ધ્યાને લઈ 8 જેટલા કામોને મંજુર કરાયા

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજ રોજ બોર્ડ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા હોલ ખાતે યોજયેલી ખાસ બોર્ડ મીટીંગમાં સરકારના સ્વચ્છતા અભિયાનને ધ્યાને લઈ 8 જેટલા કામોને મંજુર કારવમમાં આવ્યા હતા. જોકે 0 અવર્સની ચર્ચા બાબતે વિરોધ પક્ષે વોકઓઉટ કરી વિરોધ દર્શાવ્યો હતો.

સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકા શભાખંડ ખાતે પાલિકાની બોર્ડ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં 8 જેટલા કામો મુકવામાં આવ્યા હતા. જેમાં 25 લાખ ઉપરાંતની ગ્રાન્ટમાં આંબોલી રોડ ઉપર આવેલી પાલિકાની સુકાવલી કચરાની સાઈડ માટે વરસાદી પાણીના નિકાલ , ગટર ,રસ્તા લાઈટ ,ગાર્ડન ,પ્લાન્ટ રિપેરીગ , પીળી માટી તેમજ લોડર ખરીદી કરવામાટે તેમજ સ્વચ્છતા સર્વેક્ષણ અન્વયે રાત્રી સફાય માટે કોન્ટ્રકથી સફાય કામદારો રોકવામાટે અને વાહનો માટે ડ્રાઈવરો રોકવા અંગે તેમજ નગરપાલિકાના વિવિધ કામ માટે એનવરમેન્ટ એન્જીનીઅર રોકવા અંગેના કામો મંજુર કરવામાં આવ્યા હતા. જોકે 0 અવર્સ ની ચર્ચા માટે વિરોધ પક્ષ દ્વારા વોકાઓઉટ કરી વિરોધ નોંધાવ્યો હતો.

Tags:    

Similar News