અંકલેશ્વર:નર્મદા ક્લીન ટેકના કર્મચારીઓના પ્રતિક ધરણા/ભૂખ હડતાળમાં બે કામદારની હાલત કથળી

Update: 2019-07-26 10:02 GMT

અંકલેશ્વર ખાતે આવેલ નર્મદા ક્લીન ટેક (NCT)જે અંકલેશ્વર,પાનોલી અને ઝગડિયા ના ઉદ્યોગો નું ગંદુ પાણી જરૂરી ટ્રીટમેન્ટ કર્યા પછી કંટીયાજાલ નજીક આવેલ દરિયા માં પાઈપ લાઈન દ્વારા પહોંચાડવાની કામગીરી કરે છે અને આ મહત્વની કામગીરી કરતા કર્મચારીઓએ તારીખ ૨૪/૦૭/૧૯ (બુધવાર) ના રોજ થી પ્રતિકધરણા/ ભૂખ હડતાળ શરૂ કરી છે.

આ NCT ના કાયમી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓ એ તેમની સાથે થતા શોષણ અને ભેદભાવ વિરુદ્ધ અગાઉ પણ તંત્ર ની મંજુરી મેળવી ૧૩/૪/૧૯ થી ૧૫/૦૪/૧૯ સુધી હડતાળ કરી હતી અને તે વખતે NCT ના મેનેજીન્ગ ડીરેક્ટર અલોક કુમારે લેખિત માં બાહેધરી આપી હતી કે “ કર્મચારીઓ ની માંગણીઓ એક કમિટી બનાવી કર્મચારીઓ સાથે ચર્ચા કરી તારીખ ૦૫/૦૫/૧૯ સુધી માં નિકાલ લાવીશું ”

જોકે બે-બે વખત ની લેખિત બાહેધારીઓ પછી પણ કર્મચારીઓ ની માંગણીઓ નું નિરાકરણ ના આવતા અને મધ્યસ્થી તરીકે ભાગ ભજવનારા ઉદ્યોગગૃહો ના સમૂહના સન્માનીય પ્રમુખો અને સામાજિક આગેવાનો એ પોતેજ NCT ના MD આગળ લાચાર વશ થઈ પીછે હઠ કરી નાદારી જાહેર કરી દેતા કર્મચારીઓ એ તંત્ર ની મંજુરી લઈ ફરીથી ભૂખ હડતાળ શરૂ કરી છે. છેલ્લા ૩ દિવસથી હડતાલ ઉપર બેઠેલા કામદારો પૈકી બે કામદારોની હાલત બગડતા ૧૦૮ બોલાવાઇ હતી. ઘટનાની જાણ કરતા અંકલેશ્વર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.૧૦૮ કર્મિઓ દ્વારા ધરણા સ્થળ ઉપર જ બે કામદારોની તત્કાલ સારવાર હાથ ધરવામાં આવી હતી.

Tags:    

Similar News