અંકલેશ્વર:અમરાવતી ખાડી કેમિકલયુક્ત પાણીથી પ્રદુષિત થતા જળચર પ્રાણીઓના મોત

Update: 2019-07-14 10:31 GMT

અંકલેશ્વરના ઉછાલી ગામ પાસેથી પસાર થતી અમરાવતી નદીના પાણીમાં લાલ કલરનું કેમિકલયુક્ત પાણી ફરી જતા જળચર પ્રાણીઓ ના મૃત્યુ થયા છે.જેમાં ૧૦ થી ૧૨ કિલો જેવું વજન ધરાવતા મોટા જળચર પ્રાણીઓના મૃત્યુ થયા છે. આ પ્રદુષિત પાણી હાલ ક્યાંથી આવ્યું છે એ તપાસનો વિષય છે.

આજ અમરાવતીમાં ભૂતકાળમાં પણ અનેક વખત પ્રદૂષિત થઈ છે અને મોટા જળચર પ્રાણીઓ ના મૃત્યુ હતા હતા. ચોમાસાની ઋતુ માં ઉધોગો દ્વારા પ્રદુષિત પાણી વરસાદી ગટરો માં છોડી દેવામાં આવે છે. જેના લીધે આવી ઘટનાઓ વારંવાર બને છે.

હાલ સ્થાનિકો દ્વારા આ માછલીઓ ને પકડી ખોરાક તરીકે ઉપયોગ માં લેવાશે જે તેમના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક થઈ શકે છે. આ પાણીથી ભૂગર્ભજળ પણ ખરાબ થાય છે અને પર્યાવરણને ગંભીર નુકસાન થતું આવ્યું છે. વારંવારની થતી આ ઘટનાઓની તપાસ કરી કાયમી આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એવી લોક લાગણી છે.

 

Tags:    

Similar News