અંકલેશ્વર: રાજપીપળા ચોકડીથી વાલિયા ચોકડીને જોડતા બન્ને તરફના સર્વિસ રોડ શરૂ કરવા માંગ, જુઓ શું છે કારણ

Update: 2021-01-25 13:07 GMT

અંકલેશ્વર રાજપીપલા વચ્ચે એક સમયે દોડતી બ્રોડ ગેજ રેલવે સેવા ભારત સરકારે બંધ કરતા હવે સ્થાનિક ટ્રાન્સપોર્ટ એસોસિએશને હાઇવેને અડીને આવેલ સર્વિસ રોડ વાહન વ્યવહાર માટે કાર્યન્વિત કરવાની માંગ ઉચ્ચારી છે.

અંકલેશ્વર રાજપીપલા વચ્ચે ની બ્રોડ ગેજ રેલવે સેવા કોરાના બાદ બંધ કરી દેવાનો નિર્ણય રેલવે વિભાગે લીધો હતો. આમેય આ રેલવે સેવા નિરર્થક અને ખર્ચાળ સાબિત થઈ હતી. હવે જયારે આ રેલવે લાઈન બંધ કરાય છે ત્યારે અંકલેશ્વરની રાજપીપલા ચોકડીથી વાલિયા ચોકડીને જોડતા બંને તરફના સર્વિસ રોડ જે અત્યાર સુધી રેલવે લાઈ ને લીધે અવરોધાઇ રહયા હતા તેને ખુલ્લા કરવામાં

આવે તો સ્થાનિક ટ્રાન્સપોર્ટરો ઉપરાંત જીઆઈડીસીના નોકરિયાત વર્ગ માટે રાહત સર્જાય તેમ છે. હાલમાં વાહન ચાલકોએ જીઆઇડીસી થી રાજપીપલા ચોકડી આવવું હોય તો લાબું અંતર કાપવું પડતું હતું. ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ હિતેશ મોદીએ આ અંગે હજારો ટ્રાન્સપોર્ટ વાહનોના હિતમાં આ સર્વિસ રોડ શરુ કરાય તેવી માંગ કરી છે.

Tags:    

Similar News