અંકલેશ્વર : શાકભાજીના વ્યવસાય સાથે જોડાયેલા તમામ લોકોનું હેલ્થ ચેકઅપ કરાયું

Update: 2020-05-26 12:44 GMT

કોરોના વાયરસના સંક્રમણ અટકાવા માટે શાકભાજી માર્કેટમાં શાકભાજીના વ્યવસાયમાં જોડાયેલા ફેરીવાળા અને પથારાવાળાઓનું અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત દવાખાનામાં હેલ્થ કાર્ડ રીન્યુ કરી તેઓના આરોગ્યની તપાસની કરવામાં આવી હતી.

અમદાવાદ ખાતે કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ શાકભાજી વેચતા લારીવાળા દ્વ્રારા ફેલાતા તંત્ર દ્વ્રારા શાકભાજી વેચનાર લારીવાળાઓ અને ફેરિયાઓને ફરજિયાત હેલ્થકાર્ડ મેળવીને જ વ્યવસાય કરવાના પરીપત્ર મુજબ જ વ્યવસાય કરવાની છૂટ આપવામાં આવી હતી, ત્યારે કોરોના વાયરસના કારણે લોકડાઉન દરમ્યાન સરકાર દ્વારા શાકભાજી, દૂધ જેવી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ માટે છૂટ આપવામાં આવી હતી.

પરંતુ અમદાવાદ ખાતે એક સાથે 50થી વધુ કોરોના વાયસરના પોઝિટિવ કેસ શાકભાજીનું વેચાણ કરતાં લોકોમાં આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. જેને લઈ સરકાર દ્વારા શાકભાજીના વ્યવસાય સાથે જોડાયેલ લોકોના હેલ્થનું પરીક્ષણ કરી હેલ્થ કાર્ડ આપવામાં આવ્યું હતું.

Similar News