અરવલ્લી : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીમાં કોંગ્રેસ, પ્રદેશ નેતાઓની મુલાકાત

Update: 2020-12-13 14:53 GMT

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીએ ઉત્તર ગુજરાતમાં પ્રચાર પ્રસારના શ્રીગણેશ કરી દીધા છે.. સંગઠનને મજબૂત કરવા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આગેવાનો સાથે બેઠક યોજી. 

મોડાસાની મુલાકાતે આવેલા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે, સરકાર દ્વારા દિનપ્રતિદિન બનાવવામાં આવતા કાયદાઓ ખેડૂતો માટે નુકસાનકારક છે. આ સાથે જ રોજગારી સહિતના અનેક મુદ્દાઓ બાજુ પર રહી ગયા છે અને બીજા મુદ્દા ઉપર વાતો કરવામાં આવી રહી છે. આગામી સ્વરાજની ચૂંટણીને લઈને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસના નેતાઓ આવી પહોંચ્યા હતા અને સંગઠનને મજબૂત કરવા રણનીતિ ઘડી હતી.

તો બીજી બાજુ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન ને પણ રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓનું સમર્થન કર્યું છે ગુજરાત પ્રભારી રાજીવ સાતવ જણાવ્યું છે કે, દિલ્હીમાં ચાલતાં ખેડૂતોના આંદોલનને તેઓ સમર્થન કરી રહ્યા છે અને જ્યાં સુધી ખેડૂતોની માંગ અને ત્રણ કાયદાઓ પરત નહીં ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહ્યું છે.

મોડાસા નગરપાલિકામાં સત્તા થી ઘણા વર્ષોથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટી દ્વારા સત્તા પર આવવા માટે હવે એડીચોટીનું જોર લગાવી રહી છે, રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાઓ હવે મોડાસાની મુલાકાત લઇ રહ્યા છે ત્યારે નગરપાલિકા પર કોંગ્રેસ સત્તા જમાશે કે નહીં તે જોવું રહ્યું.

Tags:    

Similar News