અરવલ્લી : ફાઈબર કેબલ કપાતા જિલ્લા સેવા સદનમાં ઇન્ટરનેટ સેવા ઠપ્પ થતા અરજદારોને હાલાકી

Update: 2019-12-18 08:07 GMT

અરવલ્લી જિલ્લા સેવા સદનમાં ગઈકાલથી ઈન્ટરનેટ સેવા ઠપ્પ થતાં અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. ગઈકાલે બપોરે બે વાગ્યાથી અચાનક ઇન્ટરનેટ સેવા ખોરવાતા અરજદારોએ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

મળતી માહિતી મુજબ નેશનલ હાઈવે પર ચાલતાં રોજના કામકાજને લઈને કેબલ કપાતા ઇન્ટરનેટ સેવા ખોરવાઇ છે. ઇન્ટરનેટ સેવા બંધ થતાં અરવલ્લી જિલ્લાની તમામ કચેરીઓ જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા પંચાયત કચેરીમાં ચાલતા તમામ ઓનલાઇન કામકાજ બંધ થયા છે. ઇન્ટરનેટ બંધ થતાં જનસેવા કેન્દ્ર ખાતે આવતા અરજદારોને હાલ કોઇ જ સેવાનો લાભ નથી મળી રહ્યો. જેથી ઉતારો, આવકના દાખલા, ડોમિસાઇલ સર્ટી, રેશનકાર્ડ જેવી તમામ સેવા હાલ બંધ છે. ઇન્ટરનેટ સેવા ક્યારે ચાલુ થાય તેનો કોઈ નિશ્ચિત સમય નથી પણ હાલ તો અરજદારો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

Similar News