ભાજપ સાથે અડગ અજિત પવાર, પીએમ મોદીને ટ્વીટ કરીને કહ્યું – અમે એક સ્થિર સરકાર આપીશું

Update: 2019-11-24 12:13 GMT

અજિત પવાર મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના તેમના નિર્ણય

પર અડગ છે. એનસીપી વિધાનસભા પક્ષના નેતા જયંત પાટિલ અજિત પવારને મળ્યા અને તેમને

મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ

તેમાં કોઈ સફળતા મળી નથી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના

નવા નિયુક્ત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા

છે. એનસીપી દ્વારા લાખ મનાવવા છતાં અજિત પવાર પરત ફરવા તૈયાર નથી.

સૂત્રો અનુસાર અજિત પવાર પોતાના નિર્ણય પર અડગ છે.

જેને લઈને એનસીપી વિધાનસભા પક્ષના નેતા જયંત પાટિલ અજિત પવારને મળ્યા અને તેમને

મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ

તેમાં કોઈ સફળતા મળી નથી. અજિત પવારનું કહેવું છે કે, એનસીપીનું

હિત ભાજપ સાથે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થવા થી છે.

એટલું જ નહીં, અજિત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનાવા બદલ વડા

પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. પીએમ મોદીએ અજિત પવારને નાયબ મુખ્ય

પ્રધાનપદેના શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા, પછી

તેમણે પણ રીટ્વીટ કરીને જવાબ આપ્યો. પીએમ મોદીના અભિનંદનભર્યા ટ્વીટને રીટ્વીટ કરતી

વખતે અજિત પવારે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. અમે મહારાષ્ટ્રમાં એક

સ્થિર સરકાર સુનિશ્ચિત કરીશું, જે મહારાષ્ટ્રના લોકોના

કલ્યાણ માટે સખત મહેનત કરશે

Tags:    

Similar News