ભરૂચ: તણછા ગામ પાસે ટ્રક ઝાડ સાથે અથડાતાં 1નું મોત

Update: 2021-01-14 15:03 GMT

ભરૂચ આમોદના તણછાં ગામ પાસે સુરતથી ગોળ ભરીને રાજકોટ જઈ રહેલા ટ્રક વહેલી સવારે તણછા ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો તે વેળાએ ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ઝાડ સાથે અથડાઇ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક ઝાડ સાથે અથડાઈને રોંગ સાઈડના ટ્રેક ઉપર ઢસડી ગઈ હતી અકસ્માતને પગલે ટ્રક ડ્રાઈવરને માથાના ભાગે ઇજા થવા પામી હતી. જ્યારે ટ્રકના કંડકટરને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મૃત્યુ થયુ હતું. સમગ્ર બનાવ અંગે આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ તપાસ હાથ ધરી હતી..

Tags:    

Similar News