ભરૂચ : છેલ્લા 24 કલાકમાં કુલ 5 કોરોનાગ્રસ્ત દર્દીના મોત, તંત્રની ચિંતામાં થયો વધારો

Update: 2020-10-13 07:14 GMT

કોરોના વાયરસની મહામારી વચ્ચે કોરોનાનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક ગતિએ વધી રહ્યુ છે, ત્યારે ભરૂચ જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ 5 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થતાં તંત્રની ચિંતામાં વધારો થયો છે, ત્યારે હવે કોરોનાના સંક્રમણને નાબૂદ કરવા સરકારના દિશાનિર્દેશનું લોકોએ ચોક્કસ પાલન કરવું આવશ્યક બન્યું છે.

કોરોના વાયરસની મહામારીએ સમગ્ર ભારતમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે આ જીવલેણ સંક્રમણને રોકવા સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરાયુ હતું. જેને તબક્કાવાર અનલોકની પ્રક્રિયા હાથ ધરી હાલ છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ અનલોક-5માં પણ કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક ગતિએ વધી રહ્યુ છે.

ગુજરતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો, ભરૂચમાં આજદિન સુધી કુલ 2408 જેટલા કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 2152 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે 56 જેટલા દર્દીઓ આઇશોલેશન હેઠળ છે જે મળી કુલ 227 કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર ચાલી રહી છે.

ભરૂચ જીલ્લામાં છેલ્લા 5 દિવસમાં 100 જેટલા કોરોનાના દર્દીઓની સંખ્યા સામે આવી છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 5 જેટલા કોરોના વાયરસની સારવાર લઈ રહેલા દર્દીઓના મોતથી તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે, ત્યારે હવે કોરોના પ્રત્યે બેદરકાર લોકોએ કાળજી લેવાની તાતી જરૂરિયાત વર્તાઇ રહી છે. જોકે સરકારના દિશાનિર્દેશનું પાલન કરવામાં આવે તો ચોક્કસ આપણે રાજ્ય સહિત દેશમાંથી કોરોનાના સંક્રમણને નાબૂદ કરી શકીએ તેમ છે.

Tags:    

Similar News