ભરૂચ: ખાનગી હોસ્પિટલ દ્વારા પીપીઇ કીટનો જાહેરમાં નિકાલ કરાતો હોવાના આક્ષેપ, સ્થાનિકોએ મચાવ્યો હોબાળો

Update: 2021-04-15 10:22 GMT

ભરૂચમાં ખાનગી હોસ્પિટલ દ્વારા પીપીઇ કીટનો જાહેરમાં નિકાલ કરાતો હોવાના આક્ષેપ સ્થાએ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો

ભરૂચ શહેરમાં અનેક જાહેર માર્ગો ઉપર આવેલી કચરાપેટીઓમાં હોસ્પિટલ દ્વારા પીપીઈ કીટ સહિતનો બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરાતો હોવાની ફરિયાદ સામે આવી રહી છે ત્યારે ભરૂચના સોનેરી મહલ રોડ ઉપર થોડા દિવસ અગાઉ જ નવ નિર્માણ પામેલી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને સારવાર પૂરી પાડી રહ્યા છે પરંતુ કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે વપરાતી પીપીઈ કિટ સહિત હાથમાં પહેરવાના ગ્લોઝનો જાહેરમાં જ નિકાલ કરાતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આજરોજ ભીડભંજનની ખાડી વિસ્તારના રહીશોએ હોસ્પિટલ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો અને ભારે વિરોધ નોધાવતા હોસ્પિટલ સંચાલકોએ પીપીઇ કીટ હટાવવાની ફરજ પડી હતી. આવનારા દિવસોમાં જો હોસ્પિટલ દ્વારા ફરી આ કૃત્ય કરાશે તો સ્થાનિકો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Similar News