ભરૂચ : ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જુઓ કોને કહયું છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી દઇશ

Update: 2021-02-24 10:57 GMT

ભરૂચ અને નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પહેલાં ભાજપ અને બીટીપીના નેતાઓ વચ્ચે વાકપ્રહારો તેજ બન્યાં છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જાહેરમંચ પરથી ભાજપના કાર્યકરોને પ્રચાર કરતાં રોકનારાઓને છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી દેવાની ધમકી આપી છે.

ભરૂચ અને નર્મદા જીલ્લામાં રવિવારના રોજ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતો માટે મતદાન થવા જઇ રહયું છે પણ તે પહેલાં આદિવાસી નેતાઓ આમને સામને આવી ગયાં છે. ભાજપમાંથી સાંસદ મનસુખ વસાવાએ જયારે બીટીપીમાંથી છોટુભાઇ વસાવાએ કમાન સંભાળી છે. બંને નેતાઓ એકબીજા સામે આક્ષેપોનો મારો ચલાવી રહયાં છે. સાંસદ મનસુખ વસાવાએ તાજેતરમાં વાલીયા પંથકમાં યોજેલી એક સભાનો વિડીયો વાયરલ થઇ રહયો છે જેમાં તેઓ પોલીસ તથા હરીફોને ખુલ્લેઆમ ધમકી આપતાં નજરે પડી રહયાં છે. વાયરલ થયેલા વિડીયોમાં તેઓ વાગલખોડ ગામમાં ચાલતી ગેરકાયદે ખનનની પ્રવૃતિઓનો ઉલ્લેખ કરી રહયાં છે. વધુમાં તેઓ વાલીયા અને નેત્રંગ વિસ્તારમાં ભાજપના કાર્યકરોને પ્રચાર કરતાં રોકવામાં આવી રહયાં હોવાનો આક્ષેપ કરી રહયાં છે. તેમણે જાહેર મંચ પરથી ભાજપના વિરોધીઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાની ચીમકી આપી છે.

Tags:    

Similar News