ભરૂચ : વિલાયતની કલરટેક્સ કંપનીમાં સેફ્ટી વીક અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરાયું

Update: 2021-03-07 07:41 GMT

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત જીઆઇડીસી સ્થિત કલરટેક્સ કંપનીમાં સેફ્ટી વીક નિમિત્તે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરી અને રેડક્રોસ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલ ઉદ્યોગ જગતમાં ચાલી રહેલ સેફ્ટી વીકની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરી અને રેડક્રોસ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે વાગરા તાલુકાના વિલાયત જીઆઇડીસી સ્થિત કલરટેક્સ કંપનીમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપની કર્મીઓમાં અકસ્માતો સંદર્ભે જાગૃતિનો સંચાર થાય અને અકસ્માતોથી બચવા કામદારોને રાખવી પડતી સાવચેતી સહિત સલામતી માટે સેફ્ટી વિકની ઉજવણી કરવામાં આવી હતી. આ રક્તદાન શિબિરમાં કુલ 89 યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલરટેક્સ કંપનીના સાઇટ હેડ મહેશ વશી, રોટરી ક્લબ નર્મદાનગરી ભરૂચના ઇલેક્ટ પ્રમુખ નિર્મલસિંહ યાદવ અને રેડક્રોસ બ્લડ બેન્કના ડૉ. જે.જે.ખીલવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News