ભરૂચ : મોપેડ પર પસાર થતાં બુટલેગરને પોલીસે રોકયો, જુઓ કયાં સંતાડયો હતો દારૂ

Update: 2020-03-05 11:00 GMT

હોળી- ધુળેટીના તહેવારોમાં દારૂની રેલમછેલ રોકવા માટે પોલીસે બુટલેગરો પર ભીંસ વધારી દીધી છે ત્યારે બુટલેગરો પણ દારૂની હેરાફેરી માટે અવનવા કિમિયા અજમાવી રહયાં છે. ભરૂચ પોલીસે મોપેડમાં ચોરખાનુ બનાવી દારૂનું વહન કરતાં બુટલેગરને ઝડપી પાડયો છે.

આપના સ્ક્રીન ઉપર દેખાતી મોપેડ એમ તો સામાન્ય મોપેડ જેવી લાગી રહી છે પણ તેની વિશેષતા સાંભળીને તમે પણ અચંબામાં પડી જશો. આ મોપેડને બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે મોડીફાઇડ કરી છે. મોપેડની નીચેના ભાગમાં ખાસ ખાનુ બનાવી તેમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. ભરૂચ શહેર એ ડીવીઝનના પીઆઇ એ.કે. ભરવાડને બાતમી મળી હતી કે મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતો હનીફ ઉર્ફે અન્નુ દિવાન મોપેડ પર દારૂની હેરાફેરી કરી રહયો છે. પોલીસે હનીફ ઉર્ફે અન્નુની મોપેડની તલાશી લેતાં તેમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂના 257 નંગ પાઉચ મળી આવ્યાં હતાં. પોલીસે મોપેડ સહિત કુલ 60 હજારનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Similar News