ભરૂચ : વાદળછાયા વાતાવરણ વચ્ચે “વાસી” ઉત્તરાયણની ઉજવણી

Update: 2020-01-15 11:46 GMT

ભરૂચ સહિત

રાજયભરમાં બુધવારના રોજ વાસી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. વાદળછાયા વાતાવરણ

વચ્ચે આકાશ  રંગબેરંગી

પતંગોથી છવાય ગયું હતું. 

ભરૂચ સહિત

સમગ્ર રાજયમાં પતંગના પર્વની ઉજવણી બાદ વાસી ઉત્તરાયણ પણ હર્ષોલ્લાસથી ઉજવવામાં

આવી હતી. વાસી ઉત્તરાયણના દિવસે સવારથી જ ધાબાઓ પર લોકોનો જમાવડો જોવા મળ્યો હતો.

સંગીતના તાલે લોકોએ મન ભરીને પતંગો ચગાવી હતી. વાસી ઉત્તરાયણે પણ ઉંધીયા અને

જલેબીની જયાફત ઉડાવી હતી. એ લપેટ … એ કાયપો છે.. ની બુમોથી વાતાવરણ ગુંજી

ઉઠયું  હતું. વાસી

ઉત્તરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહયું હતું. પવનનો સાથ મળતાં પતંગ રસિયાઓના

ઉત્સાહમાં વધારો થયો હતો.

Tags:    

Similar News