ભરૂચ : જંબુસર ખિલખિલાટના કેપ્ટનની સરાહનીય કામગીરી

Update: 2020-09-30 11:33 GMT

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનાં સીએચસી ખિલખિલાટના કેપ્ટન કર્મચારીએ વાગરાના ડિલિવરી પેશન્ટનું ગાડીમાં રહી ગયેલ પર્સને સુત સમેત જંબુસર રેફરલ હોસ્પિટલના ડોક્ટરને પરત આપી સરાહનીય કામગીરી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુશાર જંબુસર સીએચસી ખિલખિલાટના કેપ્ટન કર્મચારી જયંતિ ડામોર જેઓ પોતાની ફરજ પર હતા તે દરમિયાન જંબુસર સીએચસીમાંથી વાગરાના ડિલિવરી પેશન્ટ અંકિતાબેન કૌશિકભાઇ પરમારને ઘરે મૂકવા જવાનું કોલ આવતાં ખિલખિલાટના કેપ્ટન ગાડી લઇ વાગરા ખાતે મહિલાને મુકવા ગયા હતા, અને પરત જંબુસર આવ્યા ત્યારે ગાડીમાં મહિલાનું પર્સ જોવા મળ્યું હતું, જે જંબુસર રેફરલ હોસ્પિટલના ડોક્ટર જીગરભાઇને સુપ્રત કરેલ પાકિટમાં બે મોબાઇલ ફોન તથા આશરે રોકડ રૂપિયા દસ હજાર તથા જરૂરી ડોક્યુમેન્ટ હતા. આમ જેવીકે એમ આર આઇના કેપ્ટનની ઈમાનદારીના કાર્ય બદલ ડોક્ટર તથા સ્ટાફે આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.

Tags:    

Similar News