ભરૂચ : મનગમતો ભરથાર મેળવવા માટે કરાતાં ગૌરીવ્રતની જવારા વિસર્જન સાથે પુર્ણાહુતિ

Update: 2020-07-08 07:41 GMT

મનગમતો ભરથાર મેળવવા માટે કરવામાં આવતાં ગૌરીવ્રતની બુધવારના રોજ જવારા વિસર્જન સાથે પુર્ણાહુતિ થઇ હતી. કુમારિકાઓએ નર્મદા નદીના પાવન નીરમાં જવારાઓનું વિસર્જન કર્યું હતું.

કોરોના વાયરસના કહેર વચ્ચે હીંદુ સમાજના તહેવારોની શૃંખલાનો ગૌરીવ્રતથી પ્રારંભ થઇ ચુકયો છે. મનગમતો ભરથાર મેળવવા માટે કુમારિકાઓએ પાંચ દિવસના અલુણા ઉપવાસ કર્યા હતાં. ભગવાન શંકર અને પાર્વતી માતાજીની ભકિતમાં કુમારીકાઓ લીન બની હતી. મંગળવારના રોજ જાગરણ કરવાની સાથે ઘરમાં ઉગાડેલા જવારાઓનું પાવન સલિલા મા નર્મદાના પાવન નીરમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં દશાશ્વવમેઘ ઘાટ ખાતે જવાળા વિસર્જન માટે વ્યવસ્થા કરાય હતી. કુમારિકાઓ માથે જવારાઓ મુકીને કુમારીકાઓ નદીના કિનારે પહોંચી હતી. જયાં અંતિમ આરતી કરી જવારાઓને વિસર્જીત કરાયાં હતાં. ચાલુ વર્ષે કોરોના વાયરસના કારણે અલુણા વ્રતની ઉજવણી પણ ફીકી પડી હોય તેમ લાગતું હતું. ભરૂચ ઉપરાંત રાજયભરમાં કુમારીકાઓ દ્વારા ગૌરીવ્રત કરવામાં આવ્યું હતું અને જવારા વિસર્જન સાથે વ્રતનું સમાપન કર્યું હતું. 

Tags:    

Similar News