ભરૂચ : મહાત્મા ગાંધીજીની યાદો તાજી કરશે દાંડીયાત્રા, જુઓ જિલ્લામાં સ્વાગતની કેવી છે તૈયારી

Update: 2021-03-12 15:01 GMT

તારીખ 12મી માર્ચના રોજથી અમૃત આઝાદી મહોત્સવ અંતર્ગત અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાંડીયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે.

1930માં અંગ્રેજ શાસકોએ મીઠા પર નાંખેલા કરવેરાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી સુધી પગપાળા કુચ કરી હતી અને દાંડીના દરિયા કિનારે ચપટી મીઠું ઉપાડી સવિનય કાનુન ભંગ કર્યો હતો. 15મી ઓગષ્ટ 2021ના રોજ દેશની આઝાદીને 75 વર્ષ પુર્ણ થઇ રહયાં છે ત્યારે અમૃત આઝાદી મહોત્સવ અંતર્ગત દાંડીયાત્રાનો પ્રારંભ થયો છે.

ભરૂચ જિલ્લામાં દાંડીયાત્રાનો 20મી માર્ચના રોજ પ્રવેશ થશે. અમદાવાદથી નીકળેલાં દાંડી યાત્રીઓ જંબુસર તાલુકાના કારેલી ગામ ખાતેથી ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરશે. દાંડીયાત્રાને અનુલક્ષી વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાય રહયો છે. ભરૂચ જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડીયાના જણાવ્યા મુજબ દાંડીયાત્રા જિલ્લામાં 20 થી 28 મી માર્ચ સુધીમાં કુલ 130 કીમીનું અંતર કાપશે. આ દરમિયાન દાંડીયાત્રા 14 ગામોમાંથી પસાર થશે. જેમાં સાત ગામમાં રાત્રિ રોકાણ કરવામાં આવશે. રાત્રિ રોકાણના સ્થળે સાંસ્કૃતિક તેમજ અન્ય કાર્યક્રમો યોજાશે. દાંડીયાત્રા જંબુસરથી આમોદ, સમની થઇને ભરૂચ ખાતે આવશે જયાં સેવાશ્રમ હોસ્પિટલની પાછળના ભાગે ગાંધી મેમોરીયલ ખાતે જશે.

Tags:    

Similar News