ભરૂચ : "ડ્રાઇવર વગર ચાલતી રીક્ષા" એક નજરે નહીં પડે માલુમ, જુઓ વિડિઓ...

Update: 2019-11-29 10:48 GMT

ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર જોવા મળી ડ્રાઈવર વગર ચાલતી રીક્ષા. જે દ્રશ્યો જોઈ માર્ગ પરથી આવતા જતાં લોકો એક સમયે અચંબામાં આવી ગયા હતા. ત્યારે ડ્રાઈવર વગર ચાલતી રીક્ષાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે.

હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, માટે જ એક બાદ એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યા છે, ત્યારે વધુ એક અચંબાભર્યો વિડિયો ભરૂચ શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપરનો જોવા મળ્યો છે. વિડિયોમાં આપ જોઈ શકો છો કે, એક રીક્ષાની પાછળ બીજી એક રીક્ષા અને તેની પાછળ અન્ય એક રીક્ષા એમ કુલ ત્રણ રીક્ષાઓ હરોળમાં રસ્તે દોડી રહી છે. પરંતુ આ રીક્ષાઓ ડ્રાઈવર વગર ચાલતી નથી. 3 રીક્ષાઓ પૈકી ફક્ત 2 જ રીક્ષા ડ્રાઈવર વગર ચાલે છે.

સુરતના

વતની અને રીક્ષા

સમારકામના વ્યવસાય સાથે સંકળાયેલા ઈસ્માઈલભાઈ કે, જેઓ એક સાથે ત્રણ રિક્ષાઓને લઈ જઈ રહ્યા છે. ઈસ્માઈલભાઈ વડોદરાથી સુરત તરફ એક સાથે ત્રણ રીક્ષાઓને એકલા જ પોતાની જુગાડ

પદ્ધતિથી લઈ જઈ રહ્યા હતા, ત્યારે

આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે.

Similar News