ભરૂચ : ભાડભુત બેરેજના કારણે ભુખી ખાડીના જળ બનશે ખારા, જુઓ પછી શું થશે

Update: 2020-12-10 08:08 GMT

નર્મદા નદીના કિનારે વસેલા ભરૂચ શહેરમાં પાણીની અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. નર્મદા ડેમમાંથી પુરતા પ્રમાણમાં પાણી છોડવામાં નહિ આવતાં કાંઠા વિસ્તારમાં ખારપાટ વધ્યો છે ત્યારે વધુ એક સમસ્યા ખેડુતોના દ્વારે વધુ એક સમસ્યા દસ્તક દેવા જઇ રહી છે.

નર્મદા ડેમમાંથી ઓછા પ્રમાણમાં પાણી છોડવામાં આવતું હોવાના કારણે નર્મદા નદીના જળ ખારા બની ગયાં છે જેનાથી ખારપાટની સમસ્યા વધી છે. ભુર્ગભ જળમાં ખારાશ વધી જતાં ખેડુુતો માટે ખેતી કરવાનું મુશ્કેલી બની ગયું છે. આ સમસ્યાનો હલ લાવવા માટે રાજય સરકાર ભાડભુત ગામ નજીક 5 હજાર કરોડ રૂપિયા ઉપરાંતના ખર્ચથી વિયર કમ કોઝવે બનાવવા જઇ રહી છે. વિયર કમ કોઝવે બનવાથી દરિયાનું પાણી નદીમાં આવતું અટકી જશે અને ડેમથી શુકલતીર્થ સુધીના વિસ્તારમાં મીઠા પાણીનું વિશાળ સરોવર બનશે. વિયર કમ કોઝવેથી દરિયામાંથી આવતી હિલ્સા માછલી નદીમાં આવતી અટકી જશે તેમ હોવાથી માછીમાર સમાજ વિયર કમ કોઝવેનો વિરોધ કરી રહયાં છે.

Tags:    

Similar News