ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં વેરા નિરિક્ષકની ભરતી માટે લેવામાં આવી પરીક્ષા

Update: 2021-03-07 11:29 GMT

રાજયમાં શાળાઓ અને કોલેજોમાં ફીઝીકલી શિક્ષણકાર્યનો પ્રારંભ થઇ ચુકયો છે ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વેરા નિરિક્ષકોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી.....

ગુજરાત જાહેર સેવા આયોગના ઉપક્રમે રવિવારના રોજ વેરા નિરિક્ષકોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી હતી. ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી ડેપ્યુટી કલેકટર યાસ્મીન શેખની પ્રતિનિધિ તરીકે નિમણુંક કરાય હતી. પરીક્ષા કેન્દ્ર ખાતે કોવીડની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. પરીક્ષાર્થીઓને ટેમ્પરેચર માપ્યાં બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત સોશિયલ ડીસટન્સીંગ તેમજ માસ્કના નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું. ડેપ્યુટી કલેકટર યાસ્મીન શેખે જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ તરફથી કરવામાં આવેલી વ્યવસ્થાઓની સરાહના કરવામાં આવી હતી. પરીક્ષાર્થીઓએ પણ શાંતચિત્તે પરીક્ષા આપી સરકારી નોકરી મેળવવાના તેમના સ્વપનને પુર્ણ કરવાની દિશામાં કદમ માંડયાં હતાં.

Tags:    

Similar News