ભરૂચ : નેશનલ હાઇવે પર આવેલી હોટલ ન્યાયમંદિરમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ

Update: 2020-12-08 15:52 GMT

ભરૂચના નેશનલ હાઇવે પર આવેલી અને જાણીતી હોટલ ન્યાયમંદિરમાં મંગળવારે રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઇ હતી. કોઇ કારણોસર લાગેલી આગે ટુંક સમયમાં આખી હોટલને ઝપેટમાં લઇ લીધી હતી.

ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના લાશ્કરો દોડી આવ્યાં હતાં. અત્યાર સુધીમાં સાત ફાયરટેન્ડર ભરીને પાણીનો છંટકાવ થઇ ચુકયો છે પણ આગ કાબુમાં આવી નથી. હોટલની રેસટોરન્ટમાં ગેસના બોટલો હોવાથી વિસ્ફોટ થવાની ભિતિ સેવાઇ રહી છે. હાઇવે પર આવેલી હોટલ ન્યાય મંદિર વાહનચાલકો તથા શહેરીજનોમાં ખુબ પ્રખ્યાત છે. રોજના સેંકડો લોકો હોટલ ખાતે જમવા તેમજ નાસ્તા માટે આવતાં હોય છે. આગની ઘટનામાં હજી સુધી જાનહાનિના કોઇ સમાચાર નથી. આગની જાણ થતાં લોકો જોવા ઉમટી પડતાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. આગની ઘટનામાં મહત્વની બાબત એ છે કે, હોટલના પરિસરમાં જ ભગવાન શિવજીનું મંદિર આવેલું છે પણ મંદિર એકદમ સલામત છે. છેલ્લા એક કલાક ઉપરથી આગ ચાલી રહી છે અને લાશ્કરો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહયાં છે. 

Tags:    

Similar News