ભરૂચ : ગંધાર ગામે માછી સમાજ યુવક મંડળે કર્યું આયુર્વેદિક ઉકાળાનું વિતરણ, સોશિયલ ડિસ્ટન્સનું કરાયું પાલન

Update: 2020-07-27 06:56 GMT

કોરોના વાયરસના કાળ વચ્ચે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગંધાર ગામે માછી સમાજ યુવક મંડળ દ્વારા ગ્રામજનોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હાલ ચાલી રહેલ કોરોના વાયરસની મહામારી વચ્ચે ભરૂચ જીલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે વાગરા તાલુકાના ગંધાર ગામના માછી સમાજ યુવક મંડળના સભ્યો દ્વારા ગ્રામજનોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતું.

જોકે કોરોનાના વધી રહેલા પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખી ગંધાર ગામના માછી સમાજ યુવક મંડળ દ્વારા સરકારની ગાઈડલાઇન મુજબ કાયદાનો ભંગ ન થાય અને લોકોના રક્ષણ માટે સોશિયલ ડિસ્ટન્સ રાખી રોગપ્રતિકારક એવા આયુર્વેદિક ઉકાળાનું ઘરે ઘરે જઈને વિતરણ કર્યું હતું, ત્યારે માછી સમાજ યુવક મંડળના સભ્યોની સરહનીય કામગીરીને સમગ્ર ગ્રામજનોએ ખૂબ બિરદાવી હતી.

Similar News