ભરૂચ : ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે “ટેકટોનિક વર્કશોપ”નું આયોજન, રાજ્યભરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

Update: 2020-02-19 11:31 GMT

ભરૂચ શહેર સ્થિત ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે બે દિવસીય ટેકટોનિક-ટૂ.કે ટ્વેન્ટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યની અનેક એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા.

ભરૂચની ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજના કેમ્પસ ખાતે બે દિવસીય નેશનલ લેવલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ટેકટોનિક-ટૂ.કે ટ્વેન્ટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધા ટેકનિકલ તેમજ નોન ટેકનિકલ એમ બે પ્રકારના ભાગમાં રાખવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓએ ફન ગેમ્સ, મ્યુઝિક ઇવેંટ્સ, રોબોટ્સ, પઝલ્સ સહિતની વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

વર્કશોપ દરમ્યાન તકનીકી અને બિન તકનીકી પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતામાં વધારો થાય તેવા આશયથી દર વર્ષે ભરૂચની ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ દ્વારા ટેકટોનિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજ્યની અનેક એન્જીનીયરીંગ કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલા વિવિધ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. બે દિવસ સુધી ચાલનાર આ ટેકટોનિક વર્કશોપમાં કોલેજના આચાર્ય તેમજ પ્રાધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Similar News