ભરૂચ: હાંસોટના કતપોર ગામે આઇશોલેશન સેન્ટરનો પ્રારંભ

Update: 2021-05-04 11:20 GMT

હાંસોટ તાલુકાના કતપોર ગામે શેલ્ટર હોમ ખાતે બનાવેલ 40 બેડની સુવિધાવાળા કોવીડ કેર સેન્ટરનો મંત્રી ઇશ્વર સિંહ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

દેશમાં તેમજ રાજ્યોમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે જેમાં હાંસોટ તાલુકો પણ બાકાત રહ્યો નથી ત્યારે તંત્ર દ્વારા હાંસોટ તાલુકાના છેવાડાના ગામના લોકોને પ્રાથમિક સારવાર મળી રહે અને જે ઘરોમાં કોરોના પોઝીટીવ કેસ આવ્યો હોય તેના પરિવારના લોકો સંક્રમિત ન થાય અને તેના પરિવારને કોરોનટાઈન કરી શકાય તે સંદર્ભે તાલુકાના કતપોર શેલ્ટર હોમ ખાતે બનાવેલ ૪૦ બેડની સુવિધા ધરાવતા કોવીડ કેર સેન્ટરનો આજરોજ સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ કોવીડકેર સેન્ટરમાં એક ડૉક્ટર તથા નર્સીંગ સ્ટાફ સાથે દવાની વ્યવસ્થા કરવામાં આવી છે તથા કોરોનટાઈન થયેલ લોકોની જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ પ્રસંગે નાયબ કલેકટર પી એલ વિથાણી, હાંસોટ મામલતદર નેહા પંચાલ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Similar News