ભરૂચ : હાંસોટ પોલીસ મથકે સરપંચો તથા આગેવાનો સાથે બેઠકનું આયોજન, આગામી તહેવારો અંગે ચર્ચા કરાઇ

Update: 2020-08-11 13:12 GMT

રાજ્ય સરકારે ધાર્મિક તહેવારોની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવા લીધેલ નિર્ણયને અનુરૂપ ભરૂચ જિલ્લાના હાંસોટ પોલીસ મથક ખાતે તાલુકાના સરપંચો તથા આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી.

રાજ્યભરમાં આગામી દિવસોમાં શરૂ થતા ધાર્મિક ઉત્સવ જેવા કે, જન્માષ્ટમી, ગણેશ મહોત્સવ તથા મોહરમના તહેવારોની ઉજવણી દરમ્યાન શોભાયાત્રા, વિસર્જન યાત્રા તથા સરઘસ જેવી પ્રવૃત્તિઓ થવાથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની સંભાવના રહે છે. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થવાની તથા કોરોનાનું સંક્રમણ વધવાની પણ ઘણી શક્યતા રહેલી છે, ત્યારે આ તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

જેને અનુરૂપ હાંસોટ પોલીસ મથકના સભાખંડ ખાતે ઈન્ચાર્જ પી.આઇ. જે.પી.ચૌહાણના અધ્યક્ષ સ્થાને હાંસોટ તાલુકાના સરપંચો તથા આગેવાનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમ્યાન રાજ્ય સરકારના હુકમની જરૂરી સૂચનાઓ તથા માહિતી વિષે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Similar News