ભરૂચ : નવરાત્રિ નહિ થાય તો વાજિંત્રોના વેપારીઓની હાલત બનશે કફોડી

Update: 2020-10-01 11:06 GMT

નવરાત્રિમાં હારમોનિયમ અને તબલાના તાલે હજારો ખેલૈયાઓ ગરબે ઘુમતા હોય છે પણ આ વર્ષે કોરોના વાયરસના કહેરના કારણે નવરાત્રિના આયોજન સામે સવાલો ઉભા થયાં છે ત્યારે ગાયક કલાકારોની સાથે હવે વાજિંત્રો બનાવતાં તથા રીપેર કરતાં કારીગરોની હાલત પણ કફોડી બની છે…..

કોરોનાની મહામારીએ પુરા વિશ્વને પોતાના ભરડામાં લીધું છે, મહામારીના પગલે માર્ચ મહિનાથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી જે લગભગ બે મહિના સુધી યથાવત રહેતાં ધંધા - રોજગાર ઠપ થઇ ગયાં હતાં. કોરોના વાયરસ હજી કાબુમાં આવ્યો નથી અને તેની રસી પણ શોધાય નથી ત્યારે સોશિયલ ડીસ્ટન્સીંગ અને માસ્ક પહેરીને સંક્રમણ રોકવાના પ્રયાસો થઇ રહયાં છે. આવા સંજોગોમાં ગણેશ મહોત્સવ બાદ હવે નવરાત્રિના આયોજન સામે સવાલો ઉભા થયાં છે.

જો નવરાત્રિના આયોજનને મંજુરી આપવામાં નહિ આવે તો ગાયક કલાકારો, ફરાસખાના સંચાલકો સહિત અનેક લોકોની રોજગારી છીનવાય જાય તેમ છે. આ યાદીમાં હવે વાજિંત્રો બનાવતાં તેમજ રીપેર કરતાં કારીગરોનો સમાવેશ થયો છે. ભરૂચના હાથીખાના બજારમાં રહેતાં અને ચાર પેઢીથી વાજિંત્રોનો વ્યવસાય કરતાં ગીરીશભાઇ તબલાવાળાએ જણાવ્યું હતું કે, ચાર પેઢીમાં પ્રથમ વખત આવો કપરો સમય આવ્યો છે. તબલા અને હારમોનિયમનું વેચાણ ઘટવાની સાથે રીપેરીંગ માટે આવતાં લોકોની સંખ્યા પણ ઘટી છે.

Similar News