ભરૂચ હિતરક્ષક દળે “ખેડૂતોના દૈવામાફી"ના કાયદાની તરફેણમાં મત માટે આપ્યો ધારાસભ્યને વિનંતિ પત્ર

Update: 2019-07-10 10:34 GMT

ભરૂચ ખેડૂત હિતરક્ષક દળના નેજા હેઠળ ખેડૂતોની દેવા માફી માટે તા.૧૧મીના રોજ પસાર થનારા વિધેયક્માં ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની વાતને સમર્થન આપવા મુદ્દે ભરૂચ-અંકલેશ્વર અને વાગરા મત વિસ્તારના ધારાસભ્યોને ખેડૂતો દ્વારા એક વિનંતી પત્ર આપી ખેડૂતોની પડખે રહી તેમની તરફેનમાં મત આપવા અપીલ કરી હતી.

ખેડૂત હિત રક્ષકના નેજા હેઠળ અપાયેલ આ વિનંતિ પત્રમાં ધારાસ્ભ્યોને ઉદ્દેશીને જણાવાયું હતું કે,આપ અમારા વિસ્તારના, ખેડુતોના મતથી ચૂંટાયેલા, વિધાનસભામાં અમારા પ્રતિનિધિ છો. આજે અમે આપને વિનંતી કરવા આવ્યા છીએ કે,તા. ૧૧-૭-૧૯ના રોજ, હર્ષદભાઈ રીબડીયા એક ખાનગી વિધેયક લાવી રહ્યા છે. એમાં ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાનો કાયદો પસાર કરવાની વાત છે. આપનો મતવિસ્તાર બહુમતી ખેડૂતોનો છે. ખેડૂતોની સ્થિતિ આપ જાણો છો. અમારી આપને વિનંતી છે કે “ખેડૂતોના દૈવામાફી"ના કાયદાની તરફેણમાં મત આપી ગુજરાતના ખેડૂતોને દેવા-મુક્ત કરવામાં આપ મદદ કરો એવી અપીલ કરી હતી.

તેમણે વિનંતી પત્રમાં તેમના મત વિસ્તારના ખેડુતોની આર્થિક સ્થિતિ દિવસે દિવસે બદ થી બદતર બનતી જાય છે ખેડુતે લીધેલા બેન્કના ધિરાણ ના વ્યાજ ભારણ થી દેવાના ડુંગર નીચે દબાયેલો છે, જેને ઉગારવાનો આ સમય છે કોણ ખેડુત ની પડખે છે અને કોણ ખેડુતની વિરુદ્ધ તે દૂધનું દૂધ અને પાણીનું પાણી દેખાડવા ના સમય નો સદઉપયોગ કરી આ બિલ પરની ચર્ચામાં આપ અમારી તરફેણમાં. ખેડૂતોની દેવા-મુંક્તેનો તરફેણમાં મતદાન કરો એવી વિનંતી કરી સાથે તેમને પૂરો વિશ્વાસ છે કે ઘારાસભ્યો દ્વારા દેવામાફીની તરફેણમાં મતદાન કરી ખેડુતોની મદદ કરાશે.

Tags:    

Similar News