ભરૂચની મેક અપ આર્ટીસ્ટને ઇન્ડીયન ગ્લોરી એવોર્ડ મળ્યો

Update: 2019-12-01 11:17 GMT

ભરૂચના જાણીતા બોલીવુડ  મેક

અપ આર્ટીસ્ટ રચના વ્યાસને ઇન્ડિયન ગ્લોરી એવોર્ડ પ્રાપ્ત થયો છે. ઓરીસ્સામાં

આયોજીત એવોર્ડ કોમ્પીટીશનમાં મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને દિલ્હી સહિતના રાજયોમાંથી બ્યુટીશીયનો તથા મેક અપ આર્ટીસ્ટએ ભાગ

લીધો હતો.

નિર્ણાયક તરીકે અભિનેત્રી નીતુ સિંહ, ઓડીસીની નૃત્યાંગના આનંદી દાસ, ગાયક સુમિત મહાપાત્રએ હાજર રહી વિજેતાઓની પસંદગી કરી

હતી. વિજેતાઓમાં ભરૂચના બોલીવુડ  મેક અપ આર્ટીસ્ટરચના

વ્યાસનો પણ સમાવેશ થવા જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે રચના વ્યાસ અનેક એવોર્ડ

પોતાના નામે કરી ભરૂચ તથા ગુજરાતનું નામ રોશન કરી ચુકયાં છે.

Tags:    

Similar News