ભરૂચ : જંબુસરના ઉબેર ગામે દશામાના વ્રત નિમિત્તે બનતી હતી રસોઇ, જુઓ પછી શું થયું

Update: 2020-07-28 09:44 GMT

જંબુસર તાલુકાના ઉબેર ગામમાં દશામાના વ્રતની ઉજવણી દરમિયાન બનાવાઇ રહેલી રસોઇ ટાણે અચાનક રાંધણગેસના બોટલમાં આગ ફાટી નીકળતાં એક વ્યકિત દાઝી ગયો હતો.

ભરૂચ શહેર તથા જિલ્લામાં દશામાના વ્રતની ભકિતસભર માહોલમાં ઉજવણી કરાય રહી છે. જંબુસર તાલુકાના ઉબેર ગામમાં પણ આસ્થા અને શ્રધ્ધા સાથે દશામાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. મંગળવારના રોજ શ્રધ્ધાળુઓએ વ્રત નિમિત્તે મહા પ્રસાદીનું આયોજન કરાયું હતું. ગામમાં રહેતાં ઘનશ્યામ પઢિયારના મકાનમાં રસોઇ બનાવવામાં આવી રહી હતી તે વેળા અચાનક ગેસના બોટલમાં આગ ફાટી નીકળી હતી.

ફળિયામાં રહેતાં લોકો દોડી આવ્યાં હતાં અને આગ બુઝાવવાની કવાયત હાથ ધરી હતી. આગની ઘટનામાં એક વ્યકિત દાઝી જતાં તેને સારવાર માટે ખસેડાયો છે. જંબુસર નગરપાલિકા, પિરામલ ગ્લાસ તથા પીઆઇ ઇન્ડસ્ટ્રીઝના ફાયર ફાયટર્સ સ્થળ પર પહોંચી ગયાં હતાં અને આગ બુઝાવી હતી. જંબુસરના મામલતદાર તથા તેમની ટીમે પણ ઉબેર ગામે જઇ ઘટનાની માહિતી મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Similar News