ભરૂચ : ઝનોર અને ચાવજના 40થી વધારે માલધારીઓ કોંગ્રેસમાં જોડાયાં

Update: 2020-10-13 12:42 GMT

ભરૂચ જિલ્લાના ચાવજ અને ઝનોર સહિતના ગામોના 40થી વધારે માલધારી આગેવાનો મંગળવારના રોજ કોંગ્રેસમાં સામેલ થઇ ગયાં હતાં.

રાજયમાં આઠ વિધાનસભા બેઠકોની પેટા ચુંટણીના પડધમ વાગી રહયાં છે તો બીજી તરફ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચુંટણીઓ ત્રણ મહિના સુધી મુલતવી રખાઇ છે. રાજયમાં ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે જોડતોડની રાજનીતીએ જોર પકડયું છે. એક તરફ દાદરાનગર હવેલીના પુર્વ સાંસદ મોહન ડેલકર જેડીયુમાં જોડાયાં છે તો બીજી તરફ ભરૂચ જિલ્લાના ચાવજ, ઝનોર સહિતના ગામોના 40થી વધારે માલધારી સમાજના આગેવાનો કોંગ્રેસમાં જોડાયાં છે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજીત કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાએ તમામને પક્ષનો ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો. આ પ્રસંગે તેમણે માલધારી સમાજની પડખે રહી પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી.

Tags:    

Similar News